હિમાચલનો પ્રવાસ - 3

  • 2.3k
  • 1.3k

હિમાચલનો પ્રવાસ - 3 (પ્રયાણ - રેલવે સ્ટેશનની વાતો)તારીખ - 8 ડિસેમ્બર, 2022#હિમાચલનો_પ્રવાસ વેરાવળ જવા માટેની બસમાં બેસી ગયો, જે યાત્રાની તાલાવેલી હતી એ યાત્રા હવે ખરેખર શરૂ થઈ ગઈ હતી. યાત્રાના પ્રારંભ બાબતે હું ખુબજ ખુશનસીબ છું કારણકે ઘરે થી યાત્રા શરૂ કરું એટલે રસ્તામાં સૌપ્રથમ દૂરથી સોમનાથ દાદાના દર્શન અને આર્શીવાદ સાંપડે, આગળ જતાં ભાલકાતીર્થ પાસેથી પસાર થતા જ દ્વારિકનાથ શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન થાય આમ યાત્રાની શરૂઆત સાથેજ મન પાવન થઈ જાય. સમયસર હું રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે અમદાવાદ જવા માટે વેરાવળ - અમદાવાદ, સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર - 1 ઉપર ઉભી ઉભી