હાસ્ય મંજન - 14 - ફટકડી ફટાકડાની વાઈફ હોતી નથી

  • 2k
  • 850

ફટકડી ફટાકડાની વાઈફ નથી..!                                  બેડરૂમમાં હિપોપોટેમસ ભરાય ગયો હોય એમ, ટાઈટલ વાંચીને ભડકતા નહિ. સામી દિવાળીએ હોઓઓહાઆઆ પણ કરતા નહિ.! મન  સ્વૈર વિહારી છે, એને જેવાં ચકરડાં ફેરવવા હોય એવાં ફેરવે. ટેન્શન નહિ લેવાનું..! છેડા ફટાકડા સાથે બંધાય કે, ફટકડી સાથે, આપણા છેડા ટાઈટ પકડી રાખવાના..! છૂટવા નહિ જોઈએ..! ફટકડી ને ફટાકડાનું બાકી જોડકું તો ઝામે હોંઓઓઓ..?  બંનેના કુળ સરખાં જ લાગે. પણ આ શબ્દોનો પ્રાસ છે, બાકી, ફટકડી (ALUM) ફટાકડાની વાઈફ નથી..! નેતાના ભાષણ ની છાંટ જેવું ટાઈટલ રાખીએ તો જ તમને ગલગલીયાં પણ આવે ને..? દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે મલકાટમાં ઓટ  આવવી જોઈએ નહિ.  શું કહો