સાટા - પેટા - 3

  • 4.2k
  • 2k

ધૂનમાં જ કનુભા ઘોડા ને રેવાલ ચાલે સીમ તરફ દોડાવી રહ્યો હતો .રસ્તામાં જ સામે જીવા ભોપા ને આવતા જોઈને તેણે ઘોડાનું ચોકડુ ખેંચી, ઘોડાની ચાલ ધીમી કરી ."એ રામ... રામ..! નાના દરબાર, રામ ..રામ..! ભોપાએ થોડા અંતરેથી જ બૂમ પાડી . "રામ.. રામ..!ભોપાબા ,રામ..રામ ...!અત્યાર ના પોર માં કેણી કોર થી વળ્યા ? પાસે આવતા જ કનુભા ઘોડા ઉપરથી નીચે ઉતરતાં બોલ્યો. "ગયો તો હતો વાડીવાળા ખેતરે ..! ને એક ક્ષણ રહીને ભોપાએ આગળ ઉમેર્યું ."આજ માતાએ સવારમાં શુકનમાં જ કીધું હતું, કે' નક્કી આજે નાના દરબાર નો ભેટો થશે જ..! "એમ, કેમ કંઈ ખાસ કામ હતું ? ભોપા