હાસ્ય મંજન - 4 - પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે

  • 2.3k
  • 1
  • 1.1k

          પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે..!                                      જંગ ખેલવો એટલે બખ્તર-ટોપા ચઢાવીને તલવારબાજી કરીએ એને જ જંગ કહેવાય એવું નથી. ખુલ્લા આકાશ નીચે પતંગબાજી કરીને કાપા-કાપી કરીએ, એને પણ યુદ્ધ કહેવાય..! ફેર એટલો કેમ પેલામાં માણસોની કત્લેઆમ થાય, અને પતંગબાજીમાં પતંગોની..! આ દિવસ જ એવો કે, શાંતિનિકેતન જેવાં ધાબાઓ પતંગના સૈનિકોથી ઉભરાવા માંડે. કોલાહલથી ભરાવા માંડે, અને મરવા પડેલા ધાબાઓમાં પ્રાણ ફૂંકાવા માંડે..! ધાબે ધાબે ફૂટબોલની મેચ ચાલતી હોય એમ, શોરબકોર અને ચિચિયારીઓથી ધાબાઓ કકળવા ને કણસવા માંડે. આમ તો મકર સક્રાંતિ એટલે તલ તલ જેટલા સ્નેહની વહેંચણી કરવાનો દિવસ, પણ એની જાત ને