કુમાઉ યાત્રા - ભાગ- 14

  • 2.3k
  • 860

કુમાઉ યાત્રા - 14 (છેલ્લો એપિસોડ) અગાઉના એપિસોડમાં અમે નૈનાદેવી મંદિર અને નૈનિલેકની મુલાકાત લઈને કાલાધુની વાળા રસ્તે રામનગર જવા નીકળ્યા. આ રસ્તે જઈએ એટલે સૌથી પહેલા નૈનિતાલ મોલ રોડ ઉપરની તરફ જઈને જવાય છે. નૈનિતાલની બહાર નીકળતા ત્યાંથી ટૉપ વ્યુ ખુબજ સુંદર આવે છે. અમે નીકળ્યા ત્યાં ઘણા બધા ટુરિસ્ટ વ્યુની મજા લેતા હતા . ત્યાંથી ધીરે ધીરે નીચેની તરફ જવાય છે. જેમ જેમ નીચે જતા રહ્યા તેમ તેમ પહાડો ઓછા થવા લાગ્યા. કાલાધુની વટયા પછી તો મેદાની વિસ્તાર આવી જાય છે. હું સ્ફુટીની પાછળની દિશામાં જોતો હતો તો એવું લાગતું હતું કે પહાડ ધીમે ધીમે દૂર જઇ રહ્યા