કુમાઉ યાત્રા - ભાગ- 12

  • 1.6k
  • 658

કુમાઉ યાત્રા ભાગ - 12જુના એપિસોડ તમને ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. નૌકકુંચિયાતાલમાં સવારનો ગરમ ગરમ નાસ્તો કર્યા બાદ અમે અહીંથી ૧૭ કિલોમીટર દૂર આવેલા સાતતાલની મુલાકાત લેવા માટે નીકળ્યા. સાતતાલ ભીમતાલથી નૈનિતાલ જવાના રસ્તા પરજ આવે છે. રસ્તામાં એક રસ્તો ઉપરની બાજુએ જાય છે બસ ત્યાંથી ૭ કિલોમીટરના અંતરે આ સુંદર લેકસમૂહ સાતતાલ આવેલો છે.ગઈ કાલની જેમ આજે પણ મોસમ બેઈમાન હતું, વાદળોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી લીધું હતું અને સૂરજદાદા ક્યાંક સંતાઈ ગયા હતા. મેહુલિયાનું ગમે ત્યારે આગમન થાય એવી પરિસ્થતિ હતી. આવા વાતાવરણને કારણે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો હતો. સાતતાલ જવાનો રસ્તો ખુબજ સુંદર અને