બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - અંતિમ ભાગ

  • 2.1k
  • 1
  • 906

“ પણ અઘોરી દાદા મારા મનમાં હજુ એક પ્રશ્ન છે..!" શિવમે કહ્યું.“ શિવમ હું જાણું છું તારે શું પૂછવું છે." અઘોરી દાદાએ કહ્યું.“ દાદા તો મને જણાવો કે આખરે બ્રહ્માસ્ત્ર..." શિવમ હજુ બોલતો જ હતો ત્યાં....સ્વચ્છ વાતાવરણમાં પલટો આવી ગયો. કાળા ડિમાંગ વાદળોથી આકાશ આખું ઘનઘોર થઈ ગયું હતું. રાત વધુ ડરામણી થઈ ગઈ અને જંગલમાંથી પક્ષીઓનો અવાજ આવવા લાગ્યાં. ગામની હદની અંદર ઊભેલા લોકોની નજર જંગલની તરફથી આવી રહેલાં અવાજ તરફ મંડાણી. ધીમે ધીમે એ અવાજ વધુ ઘેરો અને ભયાનક બની રહ્યો હતો. અચાનક આંખોની સામે અસંખ્ય ચામાચીડિ