કર ભલા હોગા ભલા

  • 3.3k
  • 2
  • 1.2k

જો તમે સારું કરશો તો સારું તમારી પાસે આવશે. એક જૂની બોધકથા.એક ગામમાં એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી. તેનો એક માત્ર સહારો એકનો એક પુત્ર હતો. મા અને દીકરો સખત મહેનત કરી બહુ ગરીબીમાં દિવસો કાઢતાં હતાં. ક્યારેક તો ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું.એક દિવસ માતાએ પુત્રને કહ્યું - "પુત્ર? અહીંથી જોજનો દૂર એક ઋષિ અમુક તપોવનમાં પધાર્યા છે. તેઓ ખૂબ જ કુશળ અને ખૂબ જ જ્ઞાની વ્યક્તિ છે. તું તેમની પાસે જા અને પૂછ કે અમારાં આ દુ:ખના દિવસો ક્યાં સુધી ચાલશે? આનો અંત ક્યારેય આવશે ખરો?"દીકરો કહે " મા, હું ચોક્કસ જાઉં છું. પણ ત્યાં સુધી તું