નિર્ણય...

  • 3.5k
  • 1
  • 1.3k

નિર્ણય...      સ્ત્રી હોય કે પુરુષ - પોતાના પહેલા પ્રેમ થી દૂર થઇ ને કોઈ બીજા પાત્ર સાથે જિંદગી નિષ્ઠા થી નિભાવવી કેટલી બૉરિંગ હોય છે  એ વાત રાશિના વિશાલ સાથેના જીવન નું એક જીવન્ત ઉદાહરણ હતું.    બન્ને ના એકબીજા સાથેના વર્તન મુજબ એ સ્પષ્ટ દેખાતું હતું કે એ બન્ને એક સમજૌતા નો રિશ્તો જીવી રહયા હતા,..  કદાચ એટલે જ રાશિ વિશાલ ને કોઈ સંતાન નહોતું,..    સમય જતા રાશિ ને એ પણ સમજાઈ ગયું હતું કે પોતે વિશાલ ની પહેલી પસંદ નહોતી.  વિશાલ ના પિતાજીએ વિશાલ માટે રાશિ ની પસંદગી કરી ત્યારે જ વિશાલે પોતાના પ્રેમ પ્રકરણ ને પૂરું કરી દીધું હતું.     બીજી બાજુ કદાચ રાશિને પણ એની મરજી પણ પૂછવામાં આવી નહોતી. હા એ વાત અલગ હતી કે સમય જતા રાશિ વિશાલ ને પસંદ કરવા