સરસ્વતીચંદ્ર - સમીક્ષા

  • 10.8k
  • 2
  • 4k

પુસ્તકનું નામ:- સરસ્વતીચંદ્ર સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'સરસ્વતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ ઓક્ટોબર ૨૦, ૧૮૫૫ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા. વ્યવસાયે તેઓ વકીલ હતા. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા' ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવૃત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો. ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ