વતનનું ઘર

  • 5.6k
  • 2
  • 2k

વિપશ્યનાનું સેશન ચાલુ હતું. ગુરુજીએ સ્ટેજ પરથી સૂચનાઓ આપી - "તમારા શ્વાસ પર સંપૂર્ણ ધ્યાન આપો. જે કાંઈ સંવેદનો શરીરના કોઈ પણ ભાગમાં થાય તેની ઉપર ધ્યાન લઈ જાઓ. પુરા રીલેક્સ રહો. ધીમેધીમે તમારો શ્વાસ ધીમો પડશે, હૃદયના ધબકારા ધીમા પડશે. એ સાથે મગજ તરફ જતાં ઇલેક્ટ્રિક સિગ્નલ પણ થોડા વિચારોના ધમપછાડા બાદ ધીમા પડશે. વિચારો રોકાઈ જશે. બસ. અહીં ઊંઘી ન જવાય તેનું ધ્યાન રાખવું. શ્વાસ ઉપર અને ધીમેધીમે બે આંખની ભમરો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. એમને એમ બેઠા રહો. તમને ક્યારેક કાંઈક અજબ દેખાશે. એ ભ્રમણા નથી. એમાં પડ્યા ન રહેતાં ફરી ધ્યાન ભમરો વચ્ચે લઈ જાઓ. ક્યારેક