બ્રહ્મચર્ય

  • 3k
  • 1
  • 1k

                               બ્રહ્મચર્ય  “પ્રભુ, મે કંઈ પણ એવું કાર્ય નથી કર્યું જેના લીધે મારે આ કષ્ટ સહેવું પડે.” “શું હું નથી જાણતો?” “પ્રભુ, તો શા માટે મૌન છો? આ અભાગીને મદદે આવો. હું ભષ્ટ થઈ ગયો છું. તમે એક જ માત્ર આશ્રય છો. પ્રભુ” ભગવા વસ્ત્રો,લાંબી સફેદ દાઢી, ચહેરા પર વર્ષો સુધી કરેલા તપનું તેજ, ભિક્ષા પર નિર્વાહ પામેલો સપ્રમાણ દેહ અને અશ્રુ ભરેલી અસહાય આંખો દ્વારા દેવાનંદ પ્રભૂશ્રી સ્વામી સત્યાનંદજી એક માત્ર આશાનું કિરણ તેઓના શરણે આવ્યો. આજનો સૂર્ય દેવાનંદ માટે પ્રકાશ નહિ પણ અંધકાર લઈને આવ્યો હતો. દરરોજ સવારે પ્રાત: આશ્રમ ના સર્વે સાધુગણ ગંગાસ્નાન માટે તટ પર જાવ પાંચ