ફાંકડી

  • 3.8k
  • 1.5k

ફાંકડીડોક્ટરનું દવાખાનું ખુલી ગયેલું પણ ડોક્ટર હજુ આવ્યા ન હતા. ફાસ્ટ ફરતા પંખા સાથે ડેટોલની વાસ તાજા કરેલા પોતાં સાથે વેઇટિંગ લાઉન્જમાં ફરતી હતી. અત્યારે ન હોય પણ નાક દવાની કલ્પિત ગંધ લેતું હતું. હું અને શ્રીમતી રિસેપ્શનિસ્ટ ગર્લ પાસે ગયાં અને નામ લખાવ્યું. એ મારી સામે જોઈ મીઠું હસી. થોડી ગોરી ત્વચા, ટ્યુબલાઈટમાં ચમકતા ગાલ, કાજળ આંજેલી ઘેરી કાળી આંખો, પાછળ ખુલ્લા, છુટા અને લાંબા, ઘટ્ટ કેશ, કેસરી ટોપ સાથે મેચ કેસરી બક્કલથી બાંધેલા કદાચ આજે જ ધોયેલા કેશ સદ્યસ્નાતાની આછી સુગંધથી ફોરતા હતા. ચમકતાં બ્રેસલેટ યુક્ત ગોરા પાતળા હાથે એણે પેન ઉઠાવી અમારું નામ લખ્યું. ‘બેસો. સાહેબ દસ