ભૂતનો ભય - 23

  • 2.3k
  • 1
  • 922

ભૂતનો ભય ૨૩- રાકેશ ઠક્કરઝાડ પરનું ભૂત આશાબેન પોતાના પુત્ર અમેજ સાથે ઘણા વર્ષો પછી ગામડે રહેવા આવ્યા હતા. ગામડે એમના ભાઈનું ઘર હતું. પણ પતિના આકસ્મિક મૃત્યુ પછી અમેજને વધારે ભણાવવા એ શહેરમાં આવી ગયા હતા. એ પોતે નોકરી કરતા હતા અને અમેજને ભણાવતા હતા. એ કારણે ભાઈને ત્યાં રહેવા જવાનો સમય મળતો ન હતો. પ્રંસંગોપાત ગામડે જઇ આવતા હતા. અમેજ કોલેજ પૂરી કરી ચૂક્યો હતો અને હવે પરિણામની રાહ જોતો હતો. આશાબેન પણ દોડતી-ભાગતી જિંદગીથી કંટાળ્યા હતા એટલે એક અઠવાડિયું ભાઈને ત્યાં રહેવા જવાનો અને આસપાસમાં ફરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. અમેજને તો જૂના મિત્રો મળતા મજા આવી