ધૂપ-છાઁવ - 123

(17)
  • 2.4k
  • 1
  • 1.4k

ઈશાનના પરત મળવાથી અપેક્ષા પણ પોતાનો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો મળ્યો છે માટે ખૂબ જ ખુશ હતી અને તેને જાણે કોઈ પણ ભોગે છોડવા માંગતી નહોતી. થોડી વારમાં લક્ષ્મી બા મંદિરેથી પરત ફર્યા અને તેમણે અપેક્ષાના હાથમાં મોબાઈલ જોયો અને અપેક્ષાને ખૂબજ ખુશ જોઈ... હવે આગળ.... અપેક્ષાને આમ ખૂબજ ખુશ જોઈને લક્ષ્મી બાએ તરતજ પૂછ્યું કે, "કંઈ સારા સમાચાર છે બેટા કે તું આટલી બધી ખુશ દેખાય છે." "ના ના માં એવું કંઈ નથી બસ એમ જ.." અને તે પોતાની માં લક્ષ્મીને વળગી પડી. બે ત્રણ દિવસ શાંતિથી પોતાની માં લક્ષ્મી સાથે રહ્યા પછી તેણે ધીમંત શેઠને પોતાને લેવા માટે