‘શુ છે આ બધું?' ગ્રીફીન બરાડ્યો. ‘હીલાર્ડ, બહેરો છે તું? પીસ્તોલ ભરેલી છે, જો પીસ્તોલ–' ગ્રીફીન ડેનની નજરને તાકી રહ્યો અને બોલતો બંધ થઈ ગયો. ‘રાલ્ફી,’ ડેને કહ્યું, ‘હવે તું મોટો થઈ ગયો છું હું કહું છું તેમ કર, બેટા.’ ‘ચૂપ મર!' ગ્રીફીને બૂમ પાડી ‘તું અહીં ખાલી બંદુક લઈને કંઈ થોડો પાછો આવવાનો હતો ?' ડેને તક ઝડપી લીધી. ‘રાલ્ફી !’ તે બગયો. ‘દોડ, બેટા!’ અને ગ્રીફીન હાલે તે પહેલાં એક કૂદકામાં છોકરો ડેન પાસે દોડી આવ્યેા. ‘નીચે થઈને બહાર જા!’ ડેન હીલાર્ડ બુમ પાડી. અને પછી તેણે ગ્લેન ગ્રીફીનને બંદુક ઉંચી કરતાં જોયેા. તેણે પીસ્તોલનો ખટાકો સાંભળ્યો છતાં