રાષ્ટ્રીય ગણિત દિવસ

  • 2.1k
  • 1
  • 826

રાષ્ટ્રીય ગણિત દિવસ હંગેરીના ગણિતજ્ઞ પૉલ ઇરોઝ પર રસપ્રદ પુસ્તક 'ધ મેન વ્હુ લવ્ડ નંબર્સ' લખનારા પૉલ હૉફમેન લખે છે, "હાર્ડી અને રામાનુજનની જોડી જ્યાં સુધી ચાલી, ત્યાં સુધી તે બન્ને વિશુદ્ધ ગણિતની દુનિયાને શીર્ષાસન કરાવતા રહ્યા." “આ પૂર્વ અને પશ્ચિમનો મેળાપ હતો. આધ્યાત્મિકતાનો ઔપચારિકતા સાથે મેળાપ હતો જેને રોકવું મુશ્કેલ હતું." આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી રામાનુજન શ્રીનિવાસ આયંગર નો જન્મ 22 ડિસેમ્બર 1887, ઈરોડ, તામિલનાડુમાં અને અવસાન 26 એપ્રિલ 1920 ચેન્નાઈ ખાતે થયું હતું. તામિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી જ ગણિતમાં ખૂબ તેજસ્વી હતા. તે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ દસમા ધોરણ સુધીનાં ગણિતનાં પાઠ્યપુસ્તકો