જિંદગીની રમત ( મોબાઈલ)

  • 4.6k
  • 2
  • 1.7k

માણસને માણસ સાથે ફાવતું નથી અને માણસવિના ગમતું પણ નથી. આપણે સૌ ખરેખર કેવા વિરોધભાસ માંથી પસાર થતા હોઈએ છીએ. ક્યારેક એમ થાય કે એકાંત જોઈએ છે. તો ક્યારેક એમ થાય કે લોકો નો સંગાથ જોઈએ છે.. એવા કેટલાય વેકેશન હશે અને કેટલી એવી રજાઓ હશે કે જ્યારે આપણે એ નક્કી કરવામાં અટવાઈ જઈએ કે એકાંત માણવું કે લોકોને મળવું?..આપણી આસપાસ બે પ્રકારના લોકો હોય છે એક જેને માત્ર પોતાની જાત સાથે જ રહેવું ગમે ભીડમાં એને ન ગમે. લેવા લોકોને એકાંત પ્રિય કહી શકાય આવા લોકોને બધા સાથે હળવું મળવું ગમે પણ તે અંગે તેઓ સ્વાભાવિક ઉમળકો નાં દર્શાવે.