પ્રેમનો વહેમ - ભાગ 3

  • 2.9k
  • 1.6k

ભાગ 3 આજ એકદમ ખુશમિજાજ અને હસતાં ચહેરે પ્રાર્થીને આવતાં જોઈ , માનસી પણ ખુશ થઈ ," શું વાત છે આજ પહેલાં દિવસે ઓફીસ જોઈન કરી તેવી ખુશ લાગે છે." હા એવું જ સમજ હવે મારી મુશ્કેલીઓનો અંત આવી જશે અને એની શરૂઆત થઈ ગઈ છે." એણે મોઘમ જવાબ આપ્યો. "આજથી એ ખંધો તો મારાથી દૂર જ ભાગશે ખોટી રીતે તો હેરાન નહીં જ કરે" ." એમ એવો તો તે શું ઉપાય કર્યો?" માનસીની ઉત્સુકતા વધી. એવામાં જ શ્રીકાંતનું આગમન થયું એટલે સહું ચુપચાપ કામે વળગ્યાં. બે ત્રણ કલાક વિત્યાં તોય શ્રીકાંતે પ્રાર્થીને એકપણ વાર બોલાવી નહીં તેથી સહુંને નવાઈ