માય કન્ફેશન્સ - 2

  • 2.6k
  • 1k

મારું નામ ભૂમિ છે. મારી ઉંમર 38 વર્ષની છે. આજથી ચૌદ વર્ષ પહેલા મારા લગ્ન જીગ્નેશ સાથે થયા હતા. મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા હતા. મારા માતાપિતાએ મારી માટે છોકરો પસંદ કર્યો અને મારે તેની સાથે પરણી જવું પડ્યું. જીગ્નેશ બિલકુલ એવો નહતો જેવા પતિની મે આકાંક્ષાઓ રાખી હતી. મારો હસ્બેન્ડ તો એકદમ કુલ હોવો જોઈતો હતો. જીગ્નેશ સાવ સામાન્ય હતો. તેના કપડા પહેરવાની રીત તેની બોલવા ચાલવાની રીત સાવ સામાન્ય હતી. મારી અપેક્ષા પ્રમાણે જીગ્નેશ 1 ટકા પણ ઉણો ઉતરતો નહતો. તેની સાથે લગ્ન કરીને હું બંધાઈ ગઈ હતી. તેની સાથે રહીને હું બિલકુલ પણ ખુશ ન હતી.