ધૂપ-છાઁવ - 120

(4.9k)
  • 3.6k
  • 2
  • 2.1k

"ઑહ નો, પણ તારે મને અથવા તો અક્ષતને તો ફોન કરવો જોઈતો હતો તો ચોક્કસ કંઈક રસ્તો નીકળત.."અપેક્ષા ઈશાનને સમજાવી રહી હતી.. "પણ અપેક્ષા શેમના માણસો મને શાંતિથી જીવવા જ ન દેત.. એ લોકો કેટલા ખતરનાક છે તેની તો તે કલ્પના શુધ્ધાં નહીં કરી હોય.." "હા, તે પણ છે.. હવે તું શું કરવા માંગે છે?"અપેક્ષાએ ઈશાનને પૂછ્યું. હવે આગળ... ઈશાનના ચહેરા ઉપર ખુશી વર્તાઈ રહી હતી.. વર્ષો પછી પોતાની અપેક્ષાને મેળવ્યાની ખુશી.. જાણે યુગો વીતી ગયા હોય અપેક્ષાને જોયે.. તેમ તે એકીટશે પલક ઝપક માર્યા વગર જ પોતાની અપેક્ષાને નીરખી રહ્યો હતો અને તેના હ્રદય સોંસરવો ઉતરી રહ્યો હતો. અપેક્ષા