પ્રેમનો વહેમ - ભાગ 2

  • 3k
  • 1.8k

ભાગ 2 પ્રાર્થી ક્યારની પડખાં ઘસતી હતી.શિયાળાની નિરવ શાંતિ વાળી રાત, આખું શહેર નિદ્રાધીન હતું ખાલી ઘડિયાળમાં કાંટા એનો સથવારો કરતાં હતાં.આગળ શું કરવું એ સુઝતું ન હતું "કાલે પાછો સોમવાર વળી પાછી એ ઓફીસનાં પગથિયાં ચડવાં પડશે. હવે તો એની હિંમત ખુલતા જાય છે..માનસી કહેતી હતી તારી પહેલા જે છોકરી હતી ..તેણે પ્રતિકાર કર્યો તો કોઈ બહાનાં હેઠળ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું.. અને આવા સદગૃહસ્થને હેરાન કરવાની બદનામી અલગ.. છે પણ એવો જોતાં જરાપણ ખંધો ન લાગે.હંમેશા સફેદ વસ્ત્રો, રીમલેશ ચશ્માં હાથમાં નંગની વીંટીઓ સિવાય કોઈ આભૂષણ નહીં ન કોઈ વ્યસન..ન વાતની સફેદીને રંગોથી ઢાંકે. પંચાવન વર્ષનાં સીધાં સાદા