ખાલીપો

  • 3.8k
  • 1
  • 1.2k

સીમા એ આંખો ખોલી તો ચારે બાજુ કણસતા અવાજો અને દવાની વાસનો અનુભવ થયો. તેણે ચારે બાજુ નજર કરી તો દર્દીઓથી ભરેલા ખાટલા ઓ ની વચ્ચે એક ખાટલામાં તે સુતી હતી. તેની બાજુમાં નતમસ્તક ઉદાસ ભાવથી તેનો પતિ ભરત તેનો હાથ પકડીને બેઠેલો હતો. સીમાના હાથ ની નસ માં સોય લગાવેલી હતી અને ગ્લુકોઝ નો બાટલો પકડીને ભરત બેઠો હતો .સીમા પોતાનો બીજો હાથ વ્યાકુળતાથી પોતાના ઉદર પર ફેરવવા લાગી, કંઈક શોધતી હોય તેમ તેનો હાથ તેના ઉદર પર ફરી રહ્યો હતો. સ્ત્રી સહજ સંવેદના એ કંઈક અમંગળ થયા ના એંધાણ આપી દીધા.સમજ પડતા તેણે પોતાનો હાથ હલ