સંભાવના - ભાગ 10

  • 3.6k
  • 2k

યશવર્ધનભાઈ પોતાના ઘરના સદસ્યોને બૂમો પાડતા ચારેય તરફ તેમને શોધી રહ્યા હતા. આ હાલતમાં અત્યારે તેમને કોઈ અજાણી વ્યક્તિ પણ જોઈ લે તો તેની આંખમાંથી આંસુ આવી જાય એવી તેમની સ્થિતિ હતી. યશવર્ધનભાઈ ધીમે ધીમે હાર માની રહ્યા હતા. હવે આગળની તરફ વધવાની ના તો તેમનામાં તાકાત હતી ના તેમનું શરીર તેમનો સાથ આપી રહ્યું હતું.પરસેવાથી રેબઝેબ શરીર.... ધ્રૂજતા હાથ પગ.... અને વધી રહેલા ધબકારા સાથે તેઓ જંગલના વૃક્ષોનો સહારો લઈને ધીમે ધીમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા હતા. યશવર્ધનભાઈ સહેજ આગળ વધ્યા જ હતા કે એક ધૂંધળો પ્રકાશ તેમને આગળની તરફથી આવતો જોવા મળ્યો. તેમના મનમાં આસાની એક કિરણ