સપનાનાં વાવેતર - 20

(66)
  • 6.4k
  • 3
  • 4.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 20અનાર દિવેટિયા જૈમિન સાથે લંચ લેવા માટે જે રીતે તૈયાર થઈને આવી હતી એ જોઈને જૈમિનનું હૃદય બે ધબકારા ચૂકી ગયું. આજ સુધી એણે અનારનું આવું સૌંદર્ય જોયું ન હતું !! જૈમિન રેઇનબો રેસ્ટોરન્ટમાં અનાર કરતાં દસ મિનિટ વહેલો આવી ગયો હતો અને અનારની રાહ જોતો બેઠો હતો. જૈમિનને કલ્પના પણ ન હતી કે અનાર આટલી બધી સુંદર હશે ! કારણ કે એણે એને હંમેશા કેજ્યુઅલ ડ્રેસમાં જ જોયેલી. અનારે ઓરેન્જ કલરની સાડી અને બ્લુ કલરનો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો ! જૈમિન ઘડીભર તો ઓળખી જ ના શક્યો કે એની સામે અનાર ઊભી છે ! એ એને