નષ્ટો મોહઃ

  • 3.6k
  • 1.2k

વાત તો એકદમ સહજ હતી. સોશિયલ મીડિયા શું આવ્યું બાળપણની ગુમાઈ ગયેલી સખીઓ ફરી જીવંત થઇ ઉઠી. છેલ્લે મળવાનું થયેલું શેફાલીના લગ્નમાં. એ સૌથી છેલ્લે પરણેલી. ત્યાં સુધીમાં અલકા, અમીતા, ઝંખના, તારિણી, રૂબી, મમતા, પૂર્વી સહુ કોઈ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા હતા. શેફાલીના લગ્નમાં સહુએ આવવાનું મન હતું પણ, પણ કોઈને ત્યાં દિયરના લગ્ન હતા કોઈને ત્યાં નણંદ ડિલિવરી માટે આવી હતી એટલે મળવાનો આનંદ અધૂરો રહી ગયો હતો પણ હવે જઈને કોઈ  યોગ બન્યો હતો. શેફાલી તો લગ્ન કરીને યુએસ ગઈ હતી. સહુ કોઈ લગ્નગાળામાં ક્યારેય મળી પણ જાય પણ શેફાલી ? એ ઇન્ડિયા આવતી જ નહોતી