બલિદાન પ્રેમ નુ.. - 2

  • 4k
  • 2.2k

નેહા નીચે આવી ને ટેબલ પર બેસવા જ જતી હતી કે જૂની યાદો યાદ આવતા ઉભી રહી ગઈ... રામુકાકા ચા નાસ્તો લઇ ને બહાર આવ્યા અને બોલ્યા, નેહા દીકરા બેસ ને બેટા.... ચા નાસ્તો કરી લે. નેહા સ્તબ્ધ થઇ ને ઉભી હતી... રામુકાકા સમજી ગયા એટલે બોલ્યા, અમિષા મેડમ નથી રહ્યા હવે કહી ને સામે ની દીવાલ તરફ ઈશારો કર્યો... નેહા એ પાછળ વળી ને દીવાલ તરફ જોયુ અને વિચાર માં પડી એમ બોલી.. કેવી રીતે? મને તો એમ લાગ્યુ કે કદાચ યુ.એસ. ગયા હશે. ના ના દીકરી એમને હાર્ટ એટેક થી દેવલોક પામે આજે ૪ વર્ષ થઇ ગયા... રામુકાકા