દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 3

  • 3.6k
  • 1
  • 1.5k

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 3લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆમ, અચાનક આટલી સરસ જગ્યાનો પ્લાન બનાવ્યો હોવાથી ત્યાં જવાની સૌને જબરદસ્ત ઉત્સુકતા હતો. હજુ તો અંદર જવાનું પણ બાકી હતું ને મન તો ત્યાં હિલોળે ચઢ્યું હતું ચારેયનું!અંદર ગયા પછી ટિકિટ લેવાની હતી, કારણ કે એ લોકોએ તો ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. અંદર જઈને જોયું તો તેઓ ચોંકી ગયા. સ્થળ પર જ લેવાની ટિકિટની માત્ર પાંચ જ બારી હતી અને એડવાન્સ ઓનલાઈન બુકિંગવાળાઓ માટે વીસ બારીઓ હતી! તેઓ થોડા જલદી પહોંચ્યા હોવાથી રાજ એકલો જ ટિકિટની લાઈનમાં જઈને ચારેયની ટિકિટ લઈ આવ્યો. ભીડ વધારે હોવાની આશંકાથી રાજે પહેલેથી