ભૂલનો એકરાર

  • 3.7k
  • 1.3k

સંધ્યા નોકરી કાજે શહેર જઈ વસેલા પતિના પત્રની કાગડોળે વાટ નિહાળી રહી હતી. ઉદયના પત્રો અઠવાડિયામાં બે વખત આવતા હતા. પણ છેલ્લાં દોઢ મહિનાથી તેનો એક પણ પત્ર આવ્યો નહોતો. શું થયું હશે? આ સવાલ તેને ચિંતામાં ગરકાવ કરી રહ્યો હતો. કોઈ પણ જાતના સમાચાર ન મળવાથી તે થોડી વ્યથિત તેમ જ શંકાશીલ બનવા પ્રેરાઈ હતી. તે મિશ્રિત લાગણીના પ્રવાહમાં તણાઈ જઈ રહી હતી. તે જ વખતે તેની ડોર બેલ ગુંજી ઊઠી. સાથે જ એક અવાજ તેના કાને અફ્ળાયો. " પોસ્ટ મેન! " સંધ્યા એ તરતજ દરવાજો ખોલી નાખ્યો. પોસ્ટ મેને તેના હાથમા એક કવર મૂક્યું. તે જોઈ સંધ્યા હરખઘેલી