આખરે તો એક આશ્રિત

  • 2.8k
  • 1k

માંગને સે જો મૌત મિલ જાતી કૌન જીતા ઇસ જહાં મેં છેલ્લાં 72 કલાક થી બોમ્બે હોસ્પિટલ ના ઇન્ટેન્સિવ કેઅર યુનિટ ના બિછાને પડ્યો પડ્યો હું જીવન અને મૃત્યુ સંગાથે આટા પાટા ની રમત ખેલી રહ્યો છું. યમ રાજાનો પડછાયો મારા માથે ઝલુંબી રહ્યો છે. ચંદ ઘડીનો મહેમાન હોવાની પ્રતીતિથી રાહતની લાગણી જાગે છે. છતાં પામર જીવ જિંદગીની આંગળી છોડવા તૈયાર નથી. હર પળ મરવું તેના કરતાં એક વાર મરી જવું સારૂં. કિંતુ એમ માંગ્યે જો મોત મળી જતું હોય તો શું જોઈએ? હાર્ટ એટેક મને અહીં ધસડી લાવ્યો છે. ન જાણે બીજી કેટલી બીમારી મને તેમની હથેલીમાં ભીંસી રહી