નિશાચર - 2

(13)
  • 3.3k
  • 2
  • 1.8k

બુધવારની એ સવારે ૭:૪૦ વાગે સીડી ઉતરી ડેન નીચે આવ્યો ત્યારે એક બાજુ એફિસના પ્રશ્નની મુંઝવણ અનુભવતો હતો તો બીજી બાજુ સીન્ડી ચિંતા સતાવતી હતી. સીન્ડીના પ્રેમી ચાલ્સૅ રાઈટ તરફ તેને કોઇ દ્વૈષભાવ નહોતો ચાર્લ્સ -સીન્ડીની તેને ચક કહેતીવકીલની ઓફિસમાં જુતીયર પાર્ટનર હતો. સીન્ડી તે એફિસમાં સેક્રેટરી હતી. આ ચક હતો નસીબદાર પણ ડેનને જાણવા મળ્યું તે પ્રમાણે ઉડાઉ, ઉછાંછળો, છેલબટાઉ અને બેજવાબદાર યુવાન હતો. તેથી તે એને ગમતો નહાતો અને સીન્ડી તેને ‘જુનવાણી બુઢ્ઢામાં' ખપાવતી હતી. કીચનમાં દૈનિક કાર્યક્રમ કલાક પહેલા શરૂ થઈ ગયો હતો. ગુન્હો કર્યાની સજા પેટે નાસ્તો કરવો પડતો હોય તેમ રાલ્ફી દુધના ગ્લાસને જોતો બેઠો હતો