છૂટાછેડા થતાં અટકે આ રીતે!

  • 2.6k
  • 1
  • 906

ઔરંગાબાદમાં એક મુસલમાન છોકરી પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે આવી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને પૂછયું, “શું નામ?” ત્યારે છોકરીએ કહ્યું, “દાદાજી, મારું નામ મશરૂર.” મશરૂર કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી હતી. તેની સગાઈ એક લૉયર સાથે પાકિસ્તાનમાં થઈ હતી અને છ મહિનામાં જ લગ્ન હતા. પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને પૂછ્યું કે લગ્ન પછી પતિ સાથે કેવી રીતે વર્તવું?, એની જોડે મેળ પડશે કે નહીં? એ વિચારી રાખ્યું છે? લગ્ન પછીની કોઈ તૈયારીઓ એણે કરી રાખી છે? ત્યારે મશરૂરે જવાબ આપ્યો કે “મેં બધી તૈયારી કરી રાખી છે. એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે