બેશરમ

  • 3k
  • 1.1k

કૉલેજ છૂટી. પાંચેક કૉલેજીયન યુવતીઓનું ટોળું હસીમજાક કરતું મેઈન ગેટથી બહાર નીકળ્યું. "આજે તો કેવાં ભંગાર લેક્ચર હતાં..! મારું તો મગજ બોર થઈ ગયું." એક યુવતી ચિડ વ્યક્ત કરતાં બોલી. "અરે હાં યાર..! મને તો મગજની નસ ફાટી જાય એવું થાય છે.. માય ફૂટ.. આવાં લેક્ચર તો ભરાય જ નહીં હવે.." બીજી વળી માથું દબાવતાં બોલી. "એક મિનિટ, એક મિનિટ.." ચરિત્રા બધાંને ઊભાં રાખતાં બોલી, "એક કામ કરીએ.. ચાલો, એક એક કૉફી થઈ જાય..? કમ ઑન ફ્રેન્ડ્ઝ...!" કહેતી તે બધાંને ખેંચીને સામેના એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ. બધાંએ કૉફી પીતાં પીતાં વળી પાછી લેક્ચર, પ્રોફેસર અને અમૂક યુવકોની મજાકભરી વાતો કરી.