છપ્પર પગી - 5

(13)
  • 5.2k
  • 3.9k

લક્ષ્મીએ એનાં મો તરફ જોયું. એક ઊંડો શ્વાસ સ્વાભાવિક રીતે જ લેવાઈ ગયો અને થોડું મનમાં વિચારીને બોલી,‘ તમારાં ઘેર તો કોય નથી ઈમ કયો સો તો આવું તો તમે પડોશમાં પૂસસે તો હુ કેશો કે કુણ સે આ બાઈ ?’ લક્ષ્મીને સમાજ અને લોક લાજ આ બાબતે ચિંતા થતી હોય એ સ્વાભાવિક છે કેમકે એ ગુજરાતનાં સાવ નાનકડાં ગામમાં રહી હતી. લક્ષ્મીની મનમાં આવા કેટકેટલાંય પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉદ્ભવતા હોય એનો અહેસાસ પ્રવિણને આવી જ ગયો હતો એટલે એણે લક્ષ્મીને તરતજ કહ્યું, ‘તું ઈ બધી વાતું હમણાં વિચારવાનું રેવા દે..! મુંબઈમાં કોઈની પાહે બીજાનું વિચારવાનો ટેમ જ નથ.મારી નાની