છપ્પર પગી - 3

(25)
  • 6.6k
  • 4.6k

પ્રવિણને હવે લક્ષ્મી વિશે થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કે આ સ્ત્રી વખાની મારી છે અને હવે દિશા વિહિન પણ..! એને પોતાનાં કોલેજ છોડ્યાનો આવો જ કંઈ સમય યાદ આવી ગયો હતો. પોતે પણ એ વખતે કેવો દિશાહીન હતો..! આર્ટ્સ સાથે કોલેજ કરતો હતો. કોલેજનાં બે વર્ષ પુરા થઈ ગયા હતા. બીજા વર્ષનાં પરીણામની રાહ જોઈ રહ્યા હતા, વેકેશન પુરુ થવાની તૈયારી પણ હતી. એનું સપનું હતું કે કોલેજ પુરી કરી અમદાવાદમાં કોઈ ઢંગની નોકરી શોધી લેશે અને જોડે જોડે એક્સટર્નલ એમ. એ. પણ જોઈન કરી લેશે કેમકે . અને પછી એકવાર પગભર થઈ જાય એટલે જિનલનાં મા-બાપુને મળી