ગુમરાહ - ભાગ 26

(15)
  • 2.8k
  • 3
  • 1.6k

ગતાંકથી... હું જાતે જ કંપોઝ ગોઠવનારાઓના વડા હરેશ પાસે ગયો અને એ વિષય આપણા છાપા માટે તૈયાર કરવાની નોટ આપી આવ્યો. હું હંમેશા કાંઈ મારી જાતે હરેશ પાસે જતો નથી પણ આ સમાચાર આપવા જાતે ગયો હતો. કારણ કે મેં કરેલી છેકછાક વિશે તેને સમજ આપવાની મને જરૂર જણાઈ હતી. એ લખાણ કંપોઝમાં ગોઠવાઈ ગયું તેમાં 'પ્રૂફ્સ' મારી પાસે આવ્યા. મેં એકવાર સુધાર્યા તથા બીજી વાર પણ સુધાર્યા. ધીમે ધીમે અગિયાર વાગ્યા સુધીમાં અહેવાલના બાકીના સમાચાર પણ આવી પહોંચ્યા. અને જ્યારે આખો વિષય તૈયાર થઈ ગયો ત્યારે હું ફરીથી હરેશ પાસે ગયો અને તેને તાકીદ આપી કે 'લશ્કરી કવાયતના અખતરા