ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 124

  • 2.4k
  • 832

૧૨૪  મહારાણા પ્રતાપની અંતિમ ઇચ્છા            મૃત્યુ સર્વને માટે અનિવાર્ય છે. જે અનિવાર્ય છે એને માટે શોક શાનો? મસ્ત-મૌલા કબીરે ક્યાં નથી કહ્યું?          “ચૌદ ભુવન કા ચૌધરી ભી મરી હૈ.”          રામ, કૃષ્ણ, ગૌતમ, મહાવીર, અશોક સર્વે મૃત્યુને આધીન થયા હતા. રાજપૂતાનાની ધરતીપર નરબંકો પ્રતાપ હતો ત્યાં સુધી મોગલો ઝંપી શક્યા ન હતા.          આખરે, એક ગોઝારો દિવસ પણ આવી પહોંચ્યો.          ૫૭ વર્ષની ઊંમરે, આંતરડાની તકલીફથી પિડાતા મહારાણા જાણે મહાપ્રયાણની તૈયારી કરી રહ્યા હતા.          ૧૫૯૭ ની સાલ હતી. ૧૯ મી જાન્યુઆરીનો દિવસ હતો. સમય સવારનો હતો.          મહારાણાએ સ્નાન કર્યું. પલાંઠી વાળીને ભગવાન એકલિંગજીનું ધ્યાન ધર્યું.