ક્રિમિનલ કેસ - ભાગ 22

(14)
  • 4.3k
  • 3
  • 1.9k

આચલ નું ધ્યાન તે કૂતરા તરફ દોરાયું અને તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ સરી પડ્યો... “ફીન!!”ફીન નામ સંભાળતા જ બધાનું ધ્યાન તે તરફ ગયું. ફીનને જોતાજ વિવાન ના ચેરા પર એક સ્માઈલ આવી ગઈ.પરંતુ હજી પણ ફીન એક જ દિશામાં જોઈ ભસી રહ્યું હતું.કદાચ તે કોઈ ઈશારો કરી રહ્યો હતો જે બીજા સમજવા માટે સક્ષમ નહોતાં. વિવાન તેને પોતાના હાથમાં પકડવા ગયો પરંતુ તે હાથમાં ના આવતા એક તરફ દોડવા લાગ્યું.રોય પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.અચાનક જ એક પાનના ગલ્લા પાસે જઈ તે ભસવા લાગ્યું.માણસો કરતાં ક્યારેક જાનવર વધારે સમજદાર બની જાય છે.જ્યાં લાગણીઓનો તંતુ હોઈ ત્યાં મૌન