માહી - એક ગાઢ રહસ્ય - 3

(12)
  • 4.8k
  • 2.8k

રાતના બાર વાગવાની તૈયારી જ હતી. ગામ આખું સુમસામ હતું માત્ર રસ્તે રખડતાં બે ત્રણ કુતરાનો ભસવાનો અવાજ અને તમરાં ની તમ તમ ચારેબાજુએ ફેલાયેલી હતી. ગામના પ્રવેશદ્વાર પાસે આત્માના ઘેરા ફરતે કાળી બિલાડી સતત તે જમીન ખોદવાની કોશિશ કરી રહી હતી અને તેના તીક્ષ્ણ પણ ધારદાર અવાજ થી ગામમાં એક અલગ જ ભયનો ભેંકાર ઊભો થ‌ઈ રહ્યો હતો. આ અસીમ શાંતી વચ્ચે કેવિન લગભગ ઘરની પાછળ તે બધી વસ્તુઓ લઈને તેને સળગાવવા માટે પોતાના પગરણ માંડી ચુક્યો હતો અને એક તાવીજ ને સપનાં નાં રૂમની બહાર મુકી બીજું પોતાની સાથે રાખ્યું હતું એટલે જ્યારે આ બધી વસ્તુઓ સળગી જાય