ભૂતનો ભય - 17

  • 3.1k
  • 1
  • 1.4k

ભૂતનો ભય ૧૭- રાકેશ ઠક્કરભૂતનો અભિનય અભિમન્યુ સાચો કલાકાર હતો. એના માટે એમ કહેવાતું કે એ ‘અભિનયના અજવાળા પાથરતો હતો’ એમાં પૂરી સચ્ચાઈ હતી. હજુ તો એકદમ યુવાન હતો અને એની પ્રતિભા એવી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટું પ્રદાન કરવાનો હતો. એને ફિલ્મોમાં સાઇન કરવા નિર્માતા- નિર્દેશકો પડાપડી કરતા હતા. પણ તે એક વખતમાં એક જ ફિલ્મ કરતો હતો. એની સાથે ફિલ્મ બનાવવા એક નિર્માતાએ દસ વર્ષ પછીની પણ તારીખો લઈ રાખી હતી. અભિમન્યુ આમ અકાળે ગુજરી જશે એની કોઈને કલ્પના ન હતી. વળી એણે અભિનયમાં પ્રાણ પૂરવા જીવ ગુમાવી દીધો એવું કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત બન્યું હતું. ફિલ્મના