અજ્જુ ભાઈ

  • 2.2k
  • 1
  • 844

અજ્જુ ભાઈ મારો પાક્કો મિત્ર, નામ અરજણ. પણ હું એને અજ્જુ કહું. યારો નો યાર, ભાઈઓ નો ભાઈ. દિલનો સાફ પણ થોડીક ખરાબ આદતો. દસ વર્ષ પેલાની વાત છે જ્યારે ચરસ - ગાંજો, દારૂ શહેરમાં સામાન્ય હતું. અજ્જુ ગરીબીમાં મોટો થયેલો, અમીરીની હવા પણ તેની ઝુપડી પાસેથી પસાર થઈ નહોતી. આવા હાલમાં ગમ્મે તેમ કરીને તેને બસ પૈસા કમાવવા હતા. સાચી કે ખોટી રીતે એતો મુદ્દો જ નહોતો. તેના માટે તે શોર્ટકટ લેવા તૈયાર થયો. હું અત્યાર સુધીમાં પહેલી વખત તેની વાતથી સહમત નહોતો. જયારે તેને કહ્યું, ‘ એક પિસ્તોલ જોશે, બે જણા આગળથી જશે ને બે જણા પાછળ રહેશે