સંભાવના - ભાગ 3

  • 3.8k
  • 1
  • 2.5k

એ કાળી બિલાડીને ફરી જોઈને જશોદાબેન નો ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો હતો. તે કહેવા માંગતા હતા બધાને પણ પોતાનો વહેમ સમજીને ચૂપ થઈ ગયા. જેમ જેમ તેઓ આ રસ્તા પર આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેમના સામે આવી રહ્યું હતું માત્ર અને માત્ર સઘન વન......ઊંચા ઊંચા ઝાડ....તિમિર નો ચારે તરફથી આવતો ઝીણો ઝીણો અવાજ...... અને એક વિચિત્ર મંદ મંદ સુગંધ......એવું લાગી રહ્યું હતું કે માનો આ તે વનની સુગંધ છે. જંગલમાં ઝાડની ઘનતા એટલી બધી હતી કે જો એક વાર કોઈ મનુષ્ય અંદર પ્રવેશ કરે તો તેનું બહાર નીકળવું લગભગ અશક્ય જણાઈ આવતું હતું.