ભેજાબાજ - ધ મર્ડર મિસ્ટ્રી

  • 3.5k
  • 1.5k

ભેજાબાજ (ધ મર્ડર મિસ્ટ્રી) ડીસેમ્બર માસ અડધો વિતી ચૂક્યો હતો. ગત વર્ષમાં પડેલ અતિશય વરસાદની અસર જાણે વર્તાઈ રહી હોય તેમ સમગ્ર શહેર ઠંડાગાર બની ગયું હતું. ફૂલગુલાબી ઠંડીમાં દિવસે સૂર્યદેવના તાપનો સહારો મળી રહેતો અને રાત પડતા તાપણાનો સહારો લેવો પડતો. 16ડીસેમ્બરની મધ્યરાત્રીનો સમય હતો. મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. શહેરની પોલીસચોકીના વરંડામાં હવાલદારો તાપણું કરી ગરમાગરમ ચાની લહેજત માણતાં વાતોએ વળગ્યા હતા. એક હવાલદારની વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા. તેવામાં ટેલીફોન રણકી ઉઠ્યો. એક હવાલદાર ચાનો કપ નીચે મૂકી ફટાફટ અંદર ગયો. રીસીવર ઉઠાવતા કહ્યું, “હેલ્લો, અલકાપુરી પોલીસચોકી.”સામેથી કહેવાયેલ વાતને ધ્યાનપૂર્વક સાંભળી વિનુ હવાલદારે કહ્યું,