આઈશા

  • 2.6k
  • 1k

Tum ho kamaalTum bemisaalTum lajawab ho… Aishaઆઇશા, આશા, આરઝુ, એની જેવી લાખો સ્ત્રીઓ આપણી આસપાસ વસતી હશે, એને જીવન પાસેથી માત્ર જાત ચાલે એટલી હિંમત અને બીજાને ખુશ રાખી શકે એટલી તાકાત જોઇતી હોય છે એને પૂછો કે તારું સપનું શું ? તારો ફ્યુચર પ્લાન શું ? તારી બચત શું ? તારે અગત્યતા શું ? તારી જાતની પ્રાયોરિટી કેટલા ટકા ? આ બધાના જવાબમાં એ નિશબ્દ હશે, પિતાનું "શાબાશ મારી દીકરી", સાસુનું "વાહ બેટા", પતિનું "સરસ", સંતાનોનું "વાહ મમ્મી' સાંભળવા માટે એણે આખી જિંદગીને દાવ પર લગાવી દીધી હોય છે પ્રેમ કરતા આવડે છે એને માત્ર પ્રેમ જ કરતા આવડે