ડાયરી - સીઝન ૨ - તાલ સે તાલ મિલા

  • 2k
  • 964

શીર્ષક : તાલ સે તાલ મિલા ©લેખક : કમલેશ જોષી "જો તમને તમારી આસપાસનું બધું જ ગમતું હોય તો તમને પરફેક્ટ જીવન જીવતા આવડી ગયું છે. જો તમને મેળામાં મોજ કરતા લોકોને જોઈ આનંદ થતો હોય તો તમને હેપ્પી લાઇફની કી મળી ગઈ છે. જો તમે યુવાન હો અને નવરાત્રીમાં ગરબે રમવા જવાનો થનગનાટ હોય અથવા તમે વૃદ્ધ હો અને તમને નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાની હોંશ હોય તો તમે બેસ્ટ લાઇફના ટ્રેક પર છો." અમારા એક સફળ વડીલ મિત્રે એક દિવસ આ પ્રકારની વાત કરી ત્યારે અમને બહુ મજા આવી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એમની સફળ, પ્રસન્ન અને દુનિયા સાથે એકદમ