મેરેજનું માનબજાર

  • 3.4k
  • 1
  • 1.5k

મયંકભાઈના દીકરાના લગ્ન ધામધૂમથી ઉજવાઈ રહ્યા હતા. અશોકભાઈ અને તેમના પત્ની કાંતાબેન ટેક્સીમાંથી ઉતર્યા ને બેઉની આંખો પહોળી થઈ ગઈ. મયંકભાઈના ફાર્મ હાઉસને ભવ્ય રીતે સજાવેલું હતું. વિશાળ ઊંચું એન્ટ્રન્સ, રંગબેરંગી ફૂલોની વેલો, રોયલ મોરોક્કન થીમનું ડેકોરેશન અને ચમકતા સોનેરી ઝુમ્મરોથી લગ્નનો મંડપ શોભી રહ્યો હતો. લાંબા પેસેજમાં પાથરેલી ગુલાબી જાજમ ઉપર ચાલતાં ચાલતાં કાંતાબેને અશોકભાઈને કહ્યું,“મે નહોતું કહ્યું? ઇન્વિટેશન કાર્ડ જ આટલું મોંઘુ હોય, એના લગ્ન તો કેવા હશે!” “એકના એક દીકરાના લગ્નમાં ખર્ચો તો કરે જ ને! કેવો સરસ મંડપ બનાવ્યો છે.” અશોકભાઈએ ઉમેર્યું.સામે એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર આખો લગ્ન સમારોહ લાઈવ દેખાતો હતો. એન્ટ્રી ઉપર પ્રોફેશનલ ફોટોગ્રાફરના કેમેરા