ચાલો પ્રવાસે

  • 3.4k
  • 1
  • 1k

વિશ્વ પર્યટન દિન સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરુકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે. વિશ્વ પ્રવાસન દિવસ ૨૦૨૩ની વિશ્વમાં થીમ છે: પ્રવાસન અને હરિત રોકાણ.જયારે ભારતમાં આ વર્ષ ૨૦૨૩ની થીમ છે: ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પ્રવાસન. દ્વિતિય વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ