બાળક જૂઠું બોલે છે ? તે તમારાથી ડરે છે, કાંતો તમારી નકલ કરે છે!!!

  • 4.2k
  • 2
  • 1.6k

બાળક જૂઠું બોલે છે ? તે તમારાથી ડરે છે, કાંતો તમારી નકલ કરે છે!!!!!આપણાં બાળકોને જૂઠું બોલતાં અટકાવતાં પહેલાં માતા પિતા કે શિક્ષકોએ તેમની આગળ ખોટું બોલતાં અટકવું પડશે! ઘર હોય કે સ્કૂલ...બાળકોને હંમેશાં શીખવાડવામાં આવે છે કે ક્યારેય ખોટું ના બોલવું જોઈએ. જોકે આમ છતાં કેટલાક બાળકોને ખોટું બોલવાની ટેવ પડી જતી હોય છે. બાળકો નાની-નાની વાતમાં ખોટું બોલતા હોય છે. વારંવાર ખોટું બોલવાની ટેવ આગળ જતા મોટી સમસ્યા બની જાય છે. સામાન્ય રીતે 3થી 7 વર્ષના બાળકો થોડું વધારે ખોટું બોલતાં હોય છે કારણ કે આ ઉંમરના બાળકો સાચા-ખોટાં વચ્ચેનો ભેદ નથી સમજી શકતાં. તેઓ પોતાની કલ્પનાને શબ્દોમાં