સંસ્કાર - 4

  • 2.3k
  • 2
  • 1.3k

સંસ્કાર ૪ નાનપણથી જ આપણામાં સંસ્કારના બીજ રોપવાનું કાર્ય આપણા મા-બાપ કરતા હોય છે.આજે તો મારી બા હયાત નથી.પણ જ્યારે હું નવ દસ વર્ષનો હતો.ત્યારે મને યાદ છે હું મારી બા ની આંગળી પકડીને દર સોમવારે શંકર વાડીમાં આવેલા ભગવાન શંકરના મંદિરે જતો.મંદિરમાં દર્શન કર્યા પછી પાંચ દસ મિનિટ અમે બહાર મંદિરના ઓટલે બેસતા.ત્યાં બેસીને બા મને ફક્ત એટલી જ શિખામણ આપતી.કે. "બેટા સવારે ઉઠતા વેત પથારીમાં બેઠા બેઠા.ઈશ્વરને ફક્ત આટલી જ પ્રાર્થના કરવાની.કે હે ઈશ્વર.તે આજે મને જગાડ્યો છે.તો હવે દિવસભર મારી પાસે તને ગમતા હોય એવા જ સારા કાર્યો કરાવજે.ભૂલે ચૂકે ય કોઈનું પણ અહીત મારાથી ન થાય