સંસ્કાર - 3

  • 2.4k
  • 2
  • 1.5k

સંસ્કાર ૩ "કેવો ગયો આજનો દિવસ?" બાપુજીએ મને પૂછ્યું. "બહુ જ મહેનતનું કામ છે.હુ તો થાકીને લોથ થઈ ગયો બાપુજી." "વધારે હાડમારી નું કામ હોય તો કાલે જતો નહી.આપણે બીજું કામ શોધી લઈશું." "ના બાપુજી.સાડી પ્રિન્ટિંગ નુ કામ છોડ્યા પછી.એક તો માંડ કામ મળ્યું છે. અને અશોક ભાઈએ કહ્યું છે કે પગાર પાણી પણ સારા મળશે.અને પગાર સારો મળતો હોય તો ગમે તેટલી મહેનતનું કામ હશે હુ કરીશ."મેં આત્મવિશ્વાસની સાથે કહ્યુ.ત્યાં સુધી શાંતિથી અમારા બાપ દીકરા ની વાત સાંભળી રહેલા મા એ પોતાનું મૌન તોડ્યું. "સવારે તો તું ચા પાણી પીધા વગર વયો ગયો હતો.પછી આખો દિવસ ખાવાનું કેમ કર્યું?"માના